ફરાહ ખાન અને સાજીદ ખાન આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે મોટા નામ છે. બંને ભાઈ બહેનએ ઘણી મહેનત કરી છે. પરંતુ સમયની સાથે જ્યાં ફરાહ ખાનનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે. તો બીજી તરફ એમના ભાઈ સાજીદ ખાનનું નામ ઘણા વિવાદો સાથે જોડાતું ગયું. સાજીદ ખાને હાલમાં જ ૨૩ નવેમ્બરના પોતાનો ૫૧ મો જન્મદિવસ ઉજવ્યો. સાજીદ ખાનનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૭૧ ના મુંબઈમાં થયો હતો.
સાજીદ ખાને બોલીવુડની ઘણી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. તો બીજી તરફ સાજીદને બોલીવુડના વિવાદના કિંગ પણ કહેવાય છે. એમની સાથે ઘણા વિવાદ જોડાયા છે. આજે અમે તમને સાજીદ ખાન લાગેલા યૌન ઉત્પીડનના આરોપો વિષે જણાવવા જઈ રહ્યા છે.
ઇન્ડિયન મોડલ પાઉલા
ભારતીય મોડેલ પાઉલાએ પણ ફિલ્મ નિર્માતા સાજીદ ખાનને લઈને દાવો કર્યો હતો કે જયારે એ સાજીદ ખાનને મળી તો એમણે એને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો અને એમની સામે પોતાના કપડા ઉતારવાનું પણ કહ્યું હતું.
સલોની ચોપડા
અભિનેત્રી સલોની ચોપડા અને સાજીદ ખાનની આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહેલ સલોનીએ પણ સાજીદ વિષે પોતાનો બ્લોગ શેર કર્યો હતો, જેમાં એમણે કહ્યું હતું કે કેવા સાજીદે એમને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે સાજીદ ખાને સલોનીને પ્રાઈવેટ પાર્ટને અડવા માટે કહ્યું હતું.
રાચેલ વ્હાઈટ
સાજીદ ખાનની આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહેલ સલોનીની ટ્વીટ જોયા પછી અભિનેત્રી રાચેલ વ્હાઈટે પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો. એમણે લખ્યું હતું, સાજીદ ખાનએ મને રોલ ઓફર કરવા માટે પોતાની સાથે સૂવા માટે કહ્યું હતું. જોકે, મેં એને ના પાડી અને ત્યાંથી ચાલી ગઈ.
જર્નાલિસ્ટને પણ કરી જબરદસ્તી કિસ
સાજીદ ખાન પર એક જર્નાલિસ્ટ પણ આરોપ લગાવી ચુકી છે. એણે સાજીદ ખાન પર જબરદસ્ત કિસ કરવા અને ગળા નીચે કિસ કરવાના આરોપ લગાવ્યા હતા.
અહાના કુમરા
અભિનેત્રી અહાના કુમરા એ જણાવ્યું હતું કે એ સાજીદને કામ માટે મળી તો એમણે એમને અટપટા સવાલ કર્યા હતા. જોકે, એમણે એ પણ સાફ કર્યું હતું કે સાજીદ ખાન એ એમને સ્પર્શ નહતો કર્યો.
મંદાના કરીમી
એક ઈન્ટરવ્યું દરમિયાન મંદાના કરીમી એ ખુલાસો કર્યો હતો કે ૨૦૧૪ ની ફિલ્મ ‘હમશક્લ્સ’ માં એક પાત્ર ઓફર કરવા માટે એમણે મને મારા કપડા ઉતારવા માટે કહ્યું હતું. મંદાના કરીમી બિગબોસમાં પણ દેખાઈ ચુકી છે.
બિપાશા બસુ
એક ઈન્ટરવ્યું દરમિયાન બિપાશા બસુ એ પણ કહ્યું હતું કે સાજીદ ખાનનો સેટ પર મહિલાઓ પ્રતિ વ્યવહાર ઘણો અજીબ હતો. જે મને ઘણું પરેશાન કરતો હતો. સાજીદ ખાન સેટ પર ગંદા જોક્સ કરતો હતો. દિયા મિર્જા એ પણ કહ્યું હતું કે સાજીદ ઘણો બેહૂદા અને મહિલાઓ સાથે ભદ્દા મજાક કરવાવાળા વ્યક્તિ છે.
સાજીદ ખાનના કામ વિષે વાત કરીએ તો એમણે હે બેબી, હાઉસફુલ, હાઉસફૂલ ૨, હમશકલ જેવી ફિલ્મો જણાવી છે. એમણે જૂઠ બોલે કૌવા કાંટે, મેં હૂં ના, મુજસે શાદી કરોગી, હેપ્પી ન્યૂ યરમાં પોતાની અદાકારીનો જાદૂ પણ દેખાડ્યો છે.