જાનવરો સાથે ક્રૂરતા જોઇને પોક મૂકીને રોવા લાગ્યા જોન અબ્રાહમ, બિગબી એ કરાવ્યા ચૂપ- જુઓ વિડીયો

ક્વિજ રીયાલીટી શો કૌન બનેગા કરોડપતિ ૧૩ માં દર શુક્રવારે સેલીબ્રીટી આવે છે. આ સેલીબ્રીટી એક સારા કાર્ય માટે આવે છે અને રમત રમે છે. હાલના એક એપિસોડમાં જોન અબ્રાહમ , દિવ્યા ખોસલા કુમાર અને નીખીલ આડવાણી પોતાની ફિલ્મ ‘સત્યમેવ જયતે ૨’ ના પ્રમોશન માટે આવ્યા હતા.



અમિતાભ બચ્ચનએ જોન અબ્રાહમ સાથે રમવાની સાથે ખૂબ જ મસ્તી મજાક પણ કરી. જોન અબ્રાહમ કૌન બનેગા કરોડપતિ ૧૩ માં જાનવરો માટે નેશનલ લેવલ પર કામ કરતી બે સંસ્થાને આ રકમ આપવાના છે. આ સંસ્થા જે જાનવરો સાથે ક્રૂરતા થાય છે એના માટે કામ કરે છે.

કેબીસીમાં પોક મૂકીને રડવા લાગ્યા જોન અબ્રાહમ



અમિતાભ બચ્ચન એ જોન અબ્રાહમ સાથે રમત રમવાની સાથે સાથે કેટલાક જૂના કિસ્સા પણ શેર કર્યા. પરંતુ આ દરમિયાન એવું થયું કે જોન એકદમ જ રડવા લાગ્યા. એના આંસૂ રોકાતા જ નહતા, એ જોઇને અમિતાભ પણ ભાવુક થઇ ગયા અને દિવ્યા ખોસલા કુમાર પણ જોતી જ રહી ગઈ.

વાત એવી છે કે જોન અબ્રાહમ પેટ લવર બોય છે. એ જાનવરો સાથે થતી ક્રૂરતા વિરુદ્ધ ઉભા રહે છે. એમને ગુસ્સો અને રડવું બંને આવે છે, જયારે કોઈ વ્યક્તિ કોઈ બેજુબાન જાનવર પર હુમલો કરે છે. એને ચોટ પહોંચાડે છે. જોને શો દરમિયાન જણાવ્યું હતું કે જાનવરો પર થતી ક્રૂરતા જોઈ નથી શકતા.



એટલે જયારે પણ એમની પાસે એવી કોઈ ખબર આવે છે , જેમાં કોઈ વ્યક્તિ કોઈ જાનવરને નુકસાન પહોંચાડે છે તો એ તરત જ એ વ્યક્તિની વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ કરે છે. એમણે જણાવ્યું કે દેશમાં લાગુ જાનવર સંરક્ષણ કાનૂન થોડો લચીલો છે જેમાં પરિવર્તનની જરૂરત છે. જેથી વ્યક્તિ જનાવરો પર હુમલો કરતા પહેલા સો વાર વિચારે.

બિગબી એ આપ્યું પ્રોત્સાહન



વિડીયો જોયા પછી અમિતાભ બચ્ચને જોનને પ્રોત્સાહન આપ્યું. એમણે કહ્યું – મેં જાનવરોની આટલી ખરાબ અને દયનીય હાલત પહેલી વાર જોઈ છે. આભાર કે જોન અમને આ વિષે અવગત કરાવ્યા,

સ્વાભાવિક છે આ રીતે ભાવુક થઇ જવું. જોન હવે તમે સમજી લો કે જેના માટે તમે ભાવુક થાઓ છો એમના માટે તમે રમી રહ્યા છો, જેટલું પણ તમારું જ્ઞાન છે, ધ્યાન છે એ રમતમાં લગાવી દો, કારણકે પોતાના મનમાં હોવું જોઈએ. જેટલી પણ રકમ હું અહિયાથી જીતીને જઈશ એ એમના માટે છે.