વાસ્તુ શાસ્ત્ર : આ ૫ સંકેત જણાવે છે કે માં લક્ષ્મી તમારાથી છે નારાજ, આવી શકે છે આર્થિક સંકટ

વ્યક્તિ પોતાના જીવનમાં પૈસા કમાવા માટે ઘણી મહેનત કરે છે પણ લાખો પ્રયત્ન પછી પણ પૈસા કમાવવામાં સફળ નથી થતો. તો કેટલાક લોકો પાસે પૈસા હોય છે પણ અચાનક જ પૈસા જ્યાં ત્યાં ખોટી રીતે વપરાઈ જાય છે. એના લીધે આર્થિક સમસ્યા વધવા લાગે છે. તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા સંકેતો વિષે જણાવાયું છે કે જેના દ્વારા એ વાતનું અનુમાન લગાવી શકાય છે કે આપણા જીવનમાં આર્થિક સમસ્યા ઉત્પન્ન થવાની છે.

જી હા, આ સંકેત એ તરફ સંકેત કરે છે, માતા લક્ષ્મીજી આપણાથી નારાજ થયા છે અને ભવિષ્યમાં તમારે આર્થિક સંકટથી પસાર થવું પડશે. આજે અમે તમને આ લેખથી વાસ્તુ શાસ્ત્રના એવા પાંચ સંકેતો વિષે માહિતી આપવાના છે, જો તમને આ સંકેત મળે તો તરત જ સાવધાન થઇ જાઓ, અને એનું સમાધાન તરત કરવું જરૂરી છે નહીતો તમે મોટી સમસ્યામાં આવી શકો છો. તો ચાલો જાણીએ, આ સંકેતો વિષે.

ઘરના નળથી પાણી ટપકવુંજો ઘરમાં રહેલ નળથી પાણી ટપકે છે તો વાસ્તુ શાસ્ત્રમાં આ અશુભ સંકેત માનવામાં આવે છે. જી હા, જો ઘરમાં લાગેલ નળથી કોઈ કારણસર પાણી ટપકવા લાગે તો એ તરફ સંકેત કરે છે કે એ ઘરથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ છે. નળથી પાણી ટપકવાને લીધે પૈસા કારણ વિના ખર્ચ થવા લાગે છે, જેના લીધે આર્થિક સમસ્યા વધવા લાગે છે. જો તમે જેટલું જલ્દી બની શકે નળને ઠીક નથી કરાવતા તો એનાથી આગળ જતા મોટું આર્થિક સંકટ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે.

ઘરની છત પર આ દિશામાં કાગડો બેસે તોજો ઘરની છત પર કાગડો દક્ષિણ મુખી થઈને બેસે છે તો એ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એનાથી ધન હાનિ થવાની સંભાવના રહે છે. જો તમને એવું દેખાય છે તો તરત સાવધાન થઇ જવું જોઈએ અને ધન સાથે જોડાયેલી બાબતમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ભૂલમાં પણ ના કરો.

વ્યક્તિના જમણા અંગ પર ગરોળી પડે તોઘણીવાર જોવામાં આવ્યું છે કે ઘરમાં વ્યક્તિના શરીર પર કોઈ ને કોઈ અંગ પર અચાનક જ ગરોળી પડી જાય છે. જો વ્યક્તિના જમણા અંગ પર ગરોળી પડે તો એ શુભ સંકેત નથી. એવું માનવામાં આવે છે કે વ્યક્તિના શરીરના આ હિસ્સા પર ગરોળી પડવાને લીધે મોટું આર્થિક સંકેત થઇ શકે છે. જો આ સંકેત તમને મળે તો આર્થિક નિર્ણય સમજી વિચારીને લો.

નાના બાળકો પેન કે પેન્સિલથી લીટા કરવા લાગે તોઘણીવાર જોવામાં આવ્યું છે ઘરના નાના બાળકો અચાનક જ રમતા રમતા પેન કે પેન્સિલથી ક્યાંક ને ક્યાંક દીવાલ કે જમીન પર લીટા કરવા લાગે છે, જે મોટાભાગે લોકો અવગણતા હોય છે પણ જો તમને આ સંકેત મળે છે તો તરત જ સાવધાન થઇ જવું જોઈએ, અને બાળકોને એવું કરવાથી રોકો કારણકે એવું માનવામાં આવે છે કે બાળકોનું એવું કરવાથી આર્થીક નુકસાનનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, દેવું વધવાનો પણ સંકેત માનવામાં આવે છે.

તુલસીનો છોડ સુકાવા લાગે તોતુલસીનો છોડ ખૂબજ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ ધનની દેવી માતા લક્ષ્મીજીનું પ્રતિક હોય છે. જો તમારા ઘરે રહેલ તુલસી અચાનક જ સુકાવા લાગે તો એ શુભ સંકેત નથી માનવામાં આવતો. એનો અર્થ થાય છે કે ધનની દેવી માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઇ ગઈ છે અને ભવિષ્યમાં તમને ધન સંબંધિત નુકસાનનો સામનો કરવો પડી શકે છે, એટલે તમે ઘરમાં રહેલ તુલસીની દેખભાળ બરાબર રીતે કરો. તુલસીના છોડને સુકાવા ના દો.