આ છે ભ્રષ્ટાચાર, PWD એન્જીનીયરના ઘરે છાપામાં પાઈપમાંથી મળી ડોલ ભરાય એટલી નોટ, વિડીયો થયો વાયરલ

ACB ના અધિકારીઓએ બુધવારે આવક કરતા વધારે સંપતિના આરોપમાં સરકારી અધિકારીઓ વિરુદ્ધ કર્ણાટકમાં ૬૦ જગ્યાઓએ એક સાથે છાપો માર્યો છે. જેનો એક વિડીયો આ વખતે જોરદાર વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો છે PWD ના એક જુનીયર એન્જીનીયરના ઘરનો.

PWD એન્જીનીયરના ઘરમાં છાપમાંરીમાં પોલીસને જે રીતે સંપતિ અને રકમ મળી છે એ જોઇને બધા અચરજમાં છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકો ઘરમાં ઘરમાં લગાવેલ પાઈપમાંથી ૫૦૦ રૂપિયાના નોટની થપ્પી, થપ્પીઓ કાઢી રહ્યા છે અને એક પીળા રંગની ડોલમાં ભરી રહ્યા છે. વાત શું છે એ જણાવીએ છે, પહેલા વિડીયો જોઈ લો.

અહિયાં જુઓ વાયરલ થઇ રહેલ વિડીયો

PWD વિભાગમાં જુનીયર એન્જીનીયર એસએમ બિરાદરના જેવર્ગી ટાઉનમાં ઘરે રેડ દરમિયાન ACB ની સૂચના મળી કે રૂપિયાને પ્લાસ્ટીકની પાઈપમાં છુપાવવામાં આવ્યા છે. એ પછી ટીમે એક્શન લેતા જ પાઈપને કાપીને રૂપિયા કાઢ્યા. તમને જણાવી દઈએ કે એમએમ બિરાદરના ઘરેથી લાખો રૂપિયા રોકડા અને સોનું મળ્યું હોવાની સૂચના છે.



આખા ઘરમાંથી નોટો મળી. એટલે સુધી કે ઘરમાં બનેલ એક પાઈપમાં પણ નોટો નીકળી. ACB મુજબ ૫૦ લાખથી વધારે રકમ મળી છે. શાંતાગૌડા પર પોતે કરેલ કાર્ય સમયમાં આવક કરતા વધારે સંપતિનો આરોપ છે.

લોકોને યાદ આવી ગયા અનુરાગ કશ્યપ અને અજય દેવગન

વિડીયો સામે આવ્યો તો લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી. એની જોરદાર મજા લેવામાં આવી. પૂજા ત્યાગી કહે છે,’ PWD આ ઘટિયા ઓફિસરોને પૈસા છુપાવવા માટે આવી યુક્તિઓ ક્યાંથી આવે છે. કોઈ શક નથી આપણો દેશ જુગાડોથી ભરેલો છે.


ઘણી જગ્યાઓએ પડી રેડ

કર્નાટક સરકારના ૧૫ અધિકારીઓ વિરુદ્ધ છાપેમારીમાં ૮ એસપી, ૧૦૦ અધિકારીઓ અને ૩૦૦ કર્મચારીઓની ટીમ શામિલ હતી. ACB ની ટીમે સરકારી અધિકારીઓના ૬૦ સ્થળોએ રેડ પાડી હતી. એમાં અલગ અલગ ભાગોમાં કામ કરી રહેલ ૧૫ સરકારી અધિકારીઓના ઘર અને ઓફિસો પર રેડ પાડવામાં આવી.