પહેલી પત્ની રીનાનો આવો લેટર વાંચીને ખુબ જ રડ્યા હતા આમિર ખાન, આ કારણે પછી આપી દીધા છુટા છેડા…

બોલિવૂડના મિસ્ટર પેર્ફેકશનિસ્ટ આમિર ખાન પોતાની દમદાર એકટિંગ માટે જાણીતા છે. આમિર ખાન એક વર્ષમાં એક જ ફિલ્મ કરે છે અને એ એક ફિલ્મથી લોકોની વાહવાય કમાય છે. આજથી 20 વર્ષ પહેલા આમિર ખાનની એક આઇકોનિક ફિલ્મ લગાન આવી હતી. લગાન ફિલ્મએ સફળતાની બધી હદ પાર કરી દીધી હતી. આ ફિલ્મને દર્શકો પાસેથી ઘણો બધો પ્યાર મળ્યો હતો. આ ફિલ્મને આશુતોષ ગોવારિકરના નિદર્શકમાં બનવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે આશુતોષ ગોવારિકર અને આમિર ખાનને ઓસ્કરની ‘બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ’ માં નોમિનેશન મળ્યું હતું.



આ ફિલ્મ ઓસ્કર તો પોતાને નામ નહિ કરી શકી, પરંતુ બાકી બધા પુરુસ્કાર પોતાને નામ કર્યા હતા. આ એજ ફિલ્મ છે જેના શૂટિંગ દરમિયાન આમિર ખાન કિરણ રાવની નજીક આવ્યા હતા. કિરણ રાવ આ ફિલ્મને અસ્ટિસ્ટ કરી રહી હતી. આમિર ખાનનું કેહવું છે કે એમ તો આ ફિલ્મ સાથે જોડાયેલી બધી યાદો એમની સાથે જ રહેશે, પણ સૌથી ખાસ યાદ એ છે જયારે આમિર ખાનને તેની પહેલી પત્નીનો લેટર મળ્યો હતો.



આમિર ખાનએ રિનાને કહ્યું હતું કે તમે આ ફિલ્મ પ્રોડ્યૂસ કરો તો રિનાએ ના પડી દીધી હતી અને કીધું હતું કે આ વિશે મને કઈ ખબર નથી. પરંતુ આમિર ખાન માટે પછી રિનાએ પ્રોડકશનનું કામ કર્યું અને કામ કરવા માટે ખાસ તૈયારી કરી હતી.



આમિર ખાનને કીધું હતું કે રિનાએ ઘણી મેહનતથી ફિલ્મ મેકિંગનું કામ શીખ્યું હતું અને ત્યાર બાદ રિના એક સ્ટ્રીક પ્રોડ્યૂસર બની હતી. રિના સેટ પર બધા ડરાવીને રાખતી હતી અને મને પણ છોડતી નોતી. ફિલ્મ પૂરી થયા પછી રિનાએ એક લેટર લખ્યો હતો. મને આખો લેટર તો યાદ નથી, પણ રિનાએ લખ્યું હતું કે આટલી બધી મુશ્કેલ પરિસ્થિતિમાં ફિલ્મ બનાવ માટે બધાને શુક્રિયા. લેટરમાં લોકોને ડરાવીને રાખવાની વાત પણ કરી હતી અને એ લેટર ખુબ ઇમોશનલ હતો. બધા લોકો ફિલ્મી બેકગ્રાઉન્ડથી જોડાયેલા હતા, પણ રિના ફિલ્મી બેકગ્રાઉન્ડથી જોડાયેલી નોતી તો પણ ખુબ સારું કામ કર્યું હતું. હું રિનાનો આજ લેટર વાંચીને ખુબ રડ્યો હતો.



તમને જણાવી દઈએ કે આજે પણ લગાનને ટક્કર આપી શકે એવી બીજી ફિલ્મ બની નથી. આજે પણ લગાન ફિલ્મના ડાઈલોગ સાંભળવાંમાં નવા લાગે છે. આમિર ખાનના પ્રોડકશનની પહેલી જ ફિલ્મએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ દરમિયાન આમિર ખાન અને કિરણ રાવ એક બીજાને દિલ આપી બેઠા હતા. આ સમય દરમિયાન આમિર ખાનએ રિનાને તલાક આપી દીધો અને કિરણ રાવની સાથે લગ્ન કરી લીધા હતા. આજે આમિર ખાન ત્રણ છોકરોના પિતા બની ગયા છે.