આમિર ખાન અને જૂહીને ટેક્સી ડ્રાઈવરોએ ફિલ્મનું પોસ્ટર લગાવવાની પાડી હતી નાં, બેઈજ્જતી કરી ભગાડ્યા હતા

અભિનેત્રી જૂહી ચાવલા બોલીવુડની મશહૂર અને ખૂબસૂરત અભિનેત્રીમાં ગણાય છે. જોકે, એ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ આજે પણ એ ખૂબસૂરતીમાં નવી અભિનેત્રીને ઘણી ટક્કર આપે છે. જૂહી ચાવલા એ ફિલ્મ ‘સલ્તનત’ થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અભિનેત્રીને સાચી ઓળખ ‘કયામત સે કયામત તક’થી મળી હતી. આ ફિલ્મમાં જૂહી સાથે અભિનેતા આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હતા.

આ ફિલ્મમાં આ બંનેને ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ ફિલ્મના રિલીજ પહેલા એવું કાંઇક થયું હતું જે આ બંનેને આજ સુધી યાદ છે.રિલીજ પહેલા ટેક્સી ડ્રાઈવરે એમને ફિલ્મના પોસ્ટર પોતાની ગાડીઓ પર લગાવવાની ના પાડી દીધી હતી. જયારે આ બંને કલાકાર વિનંતી કરીને એમની પાસે પહોંચ્યા તો એમને ત્યાંથી ભગાડી પણ દીધા હતા. આ કિસ્સાનો ઉલ્લેખ ખુદ જૂહી ચાવલા એ કપિલ શર્માના શો ‘દ કપિલ શર્મા શો’ માં કર્યો હતો. જૂહી ચાવલાએ એ કિસ્સાને યાદ કરતા જણાવ્યું ,’મને આજે પણ યાદ છે, જયારે અમારી ફિલ્મ રિલીજ થવાની હતી.

કોઈ અમને ઓળખતું નહતું. એ સમયે ટેક્સીઓ પર પોતાની ફિલ્મના પોસ્ટર લગાવવા એ સામાન્ય વાત હતી. અમારી બિલ્ડીંગની નીચે પણ ટેકસીઓની લાંબી લાઈન થતી હતી.અભિનેત્રીએ આગળ જણાવ્યું ,’અમે એ પોસ્ટર્સ લઇ એ ડ્રાઈવરો પાસે ગયા અને એમને ગાડી પર પોસ્ટર લગાવવાની વિનંતી કરવા લાગ્યા. એમણે અમને પૂછ્યું કે આ છોકરો કોણ છે? મેં કહ્યું કે આ હીરો છે આમિર ખાન. એ પછી એમણે પોસ્ટરમાં મારા ફોટા તરફ સંકેત કરતા પૂછ્યું કે આ કોણ છે? મેં એમને જણાવ્યું કે આ હું છું.એ સાથે જ અભિનેત્રીએ ટેક્સી ડ્રાઈવરોના વ્યવહાર વિષે જણાવતા કહ્યું ,’એમણે અમારા પોસ્ટર લગાવવાની સાફ ના પાડી દીધી. એટલું જ નહીં, અમને ત્યાંથી ભગાડવા લાગ્યા. પણ એમાંથી જ કેટલાક એવા પણ હતા જેમણે ખૂબ જ પ્રેમથી વાત કરી અને અમને પોસ્ટર પણ લગાવવા દીધા.જૂહી ચાવલા એ કપિલના શો દરમિયાન એ પણ જણાવ્યું કે એ સમયે એ અને આમિર ખાન થિયેટરની બહાર ઉભા રહી એ જોવાનો પ્રયત્ન કરતા હતા કે લોકોને એમની ફિલ્મ ગમી કે નહિ. પરંતુ બંનેની એ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. ‘કયામત સે કયામત તક’ પછી આમિર ખાન અને જૂહી ચાવલાની જોડી ઘણી બીજી ફિલ્મોમાં સાથે જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે આ બંનેની મિત્રતામાં એક સમય એવો પણ આવ્યો હતો જયારે બંનેએ ઘણા વર્ષો સુધી વાત નહતી કરી. આમિર ખાને એક વાર મજાક કરતા અભિનેત્રીના હાથ પર થૂંકી દીધું હતું. જેનાથી એ ભડકી ગઈ હતી અને એમણે સેટ પર આવવાનું પણ બંદ કરી દીધું હતું.આમિર અને જૂહી ‘ઈશ્ક’ નું શુટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આમિર, જૂહી પાસે ગયા અને એમને કહ્યું કે એ જ્યોતિષ વિદ્યા જાણે છે અને એમનો હાથ જોઈ શકે છે. એવામાં જૂહીને આમીરની વાત પર વિશ્વાસ થઇ ગયો અને એમણે પોતાનો હાથ જેવો આમિર સામે કર્યો, આમિરે એમના હાથ પર થૂંકી દીધું હતું. જૂહી આ વાતથી ઘણી નારાજ થઇ અને સેટ પર જ રોવા લાગી.