કોરોના મહામારી આવ્યા બાદથી મનુષ્ય પોતાના શરીર અને રોગને લઇને સજાગ થઇ ગયા છે. નાનો દુઃખાવો થાય તો પણ તેઓ ડૉક્ટરનો સંપર્ક સાધે છે. તેવામાં કેટલીક બીમારી એવી હોય છે જે હોમ રેમેડીઝથી મટી જાય છે. આજે અમે તમને એવી જ એક રેમેડી વિશે જણાવીશું.
કેમ થાય છે સાંધાનો દુઃખાવો?
એક જ સ્થળે બેસીને કામ કરવાથી, તો ઘણી વખત વધુ પડતું કામ કરવાથી સાંધાના દુ:ખાવા(Joint Pain)ની સમસ્યા ઊભી થાય છે. દુ:ખાવામાં રાહત મેળવવા તેઓ અલગ-અલગ બામનો પ્રયોગ કરે છે. તેનાથી દુ:ખાવામાં થોડી રાહત તો થાય છે, પરંતુ ફરીથી દુ:ખાવો શરૂ થઇ જાય છે. આવી સ્થિતિમાં દવાનો ઉપયોગ અન્ય સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.
યુવાનોને પણ તકલીફ
યુવાનો ભારતનું ભવિષ્ય છે પરંતુ ભવિષ્ય જ જો ખતરામાં હોય તો શું કરશો? કમર, એડી, શરીરના સાંધાનો દુઃખાવો વગેરેનો દુખાવો માણસનો સ્વભાવ ચીડચિડીયો કરી નાંખે છે. વારંવાર દુઃખાવાની સમસ્યા રહેતી હોય તો આ ઉપાયો જરૂર અજમાવો.
એડીનો દુઃખાવો
મોટાભાગના લોકોને એડીમાં દુઃખાવો થતો હોય છે ત્યારે એક વાસણમાં પાણી ગરમ કરો તેમાં આકડાના ફૂલ નાંખો અને પાણીને સરખી રીતે ગરમ કરી લો. બાદમાં આ ગરમ પાણી તમે સહન કરી શકો તેટલુ ગરમ રહે એટલે તેમાં પગ બોળીને બેસો. બાદમાં એડીઓને ધોઇ નાંખવાથી તમારો દુઃખાવો મટી જશે.
અન્ય ઉપાય
પાણીમાં પગ રાખવાના ઉપાય સિવાય ગરમ કરેલા ફૂલોને વાટીને એડી પર લગાવવાથી પણ રાહત થાય છે. તે સિવાય આકડાના પાન લો અને તેની બંને સાઇડ પર તેલ લગાવી લો. પાનને બંને તરફ થોડુ ગરમ કરી લો આ પાન જ્યાં દુઃખતું હોય ત્યાં લગાવી લો. થોડા દિવસ આ ઉપાય કરવાથી તમારો દુઃખાવો છૂ થઇ જશે.
ચાલો અને કસરત કરો
જો તમે દરરોજ કસરત કરો અને સવાર-સાંજ ચાલવા નીકળો તો સમયાંતરે સાંધાના દુ:ખાવાની તકલીફ ઓછી થઈ જશે. સામાન્ય રીતે જ્યારે પણ તમે કસરત કરો, ત્યારે ઓસ્ટીયોપોરોસિસનો વિકાસ ધીમો પડી જાય છે. ઓસ્ટીયોપોરોસિસ સાંધાના દુ:ખાવાનું સૌથી મોટું કારણ છે. જેથી શક્ય હોય તેટલી એક્ટિવ લાઇફ જીવો.