ભારતમાં આ જગ્યાએ અવતાર લેશે કલ્કી અવતાર, મળી ગયા પુરાવા

હિન્દુ ધર્મમાં પુરાણો વાંચીને તમે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ વિશેની વાતો જાણી શકો છો. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી અવતાર છે તો આવો જાણીએ તે ક્યારે અને ક્યાં જન્મ લેશે.

હિન્દુ ધર્મના 3 આધારસ્તંભ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.. વિષ્ણુ ભગવાનનું કામ સૃષ્ટિને ચલાવવાનું છે અને કહેવાય છે કે જ્યારે લોકો ધર્મ ભૂલી જશે અને એકબીજાને નફરત કરવા લાગશે, માનવતા જેવી કોઇ ચીજ નહી રહે ત્યારે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આવશે અને દુનિયાને ફરી પાટે ચડાવશે.



ભવિષ્ય પુરાણ પ્રમાણે કળયુગના અંત સમયે કલ્કી અવતારનો જન્મ જશે, વિશ્વના દરેક ખુણે અન્યાય હશે અને ધર્મ નામ માત્ર પણ નહી રહે ત્યારે ભગવાન કલ્કીનો જન્મ થશે.

ઉત્તર પ્રદેશના સંભલ ગામમાં કલ્કી ભગવાનનું એક મંદિર બનાવવામાં આવ્યુ છે અને તેમાં લોકોએ આરતી અને પાઠ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. તે કહે છે કે કલ્કી ભગવાનના અવતરવાનો સમય થઇ ગયો છે.



કલ્કી ભગવાને અવતાર લઇ લીધો છે અને તે સપનામાં આાવીને જાગૃતિ ફેલાવી રહ્યાં છે. ભક્તોના રક્ષણ માટે તેમના ભક્તો દુનિયામાં ચારે તરફ ફેલાઇ ગયા છે.

એક માન્યતા અનુસાર કળિયુગ 432000 વર્ષનો છે જેમાંથી હજુ તો આપણે પ્રથમ તબક્કામાં જ જીવી રહ્યાં છીએ. કળિયુગ શરૂ થયો ત્યારે માત્ર 5 જ ગ્રહો હતો. કલ્કી સફેદ ઘોડા પર આવશે અને દુનિયાનું રક્ષણ કરશે.



પુરાણો અનુસાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં ભગવાન કલ્કીનો જન્મ વિષ્ણુ યુષા નામના તપસ્વી બ્રાહ્મણ પુત્ર તરીકે થશે અને તે વિશ્વમાં ધર્મની પુનઃસ્થાપના કરશે. તેમની માતાનું નામ સુમતી અને પિતાનું નામ વિષ્ણુ વ્યાસ હશે અને તે તેમના માતાપિતાનું આઠમું સંતાન હશે.