આણંદના તારાપુરમાં ગરબા રમતા રમતા યુવક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો, જોવો વિડીઓ

આણંદના તારાપુર ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં ગરબા ચાલી રહ્યા હતા, જેમાં ગરબા રમતા એક યુવક અચાનક નીચે પડી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ તુરંત જ યુવકને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોતને ભેટ્યો હતોગુજરાતમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. બે વર્ષ પછી ખેલૈયાઓ મનભરીને ગરબે ઘૂમી રહ્યા છે. જો કે આ દરમિયાન આણંદના તારાપુરમાં પણ એક ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે. તારાપુરમાં ગરબા ગાતા દરમ્યાન લાઈવ મૃત્યુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આણંદના તારાપુર ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં ગરબા ચાલી રહ્યા હતા, જેમાં ગરબા રમતા એક યુવક નીચે પડી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ તુરંત જ યુવકને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોતને ભેટ્યો હતો. ગરબા રમતા યુવકના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે.


લાઈવ વીડિયોમાં શું છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઈવ ડેથ વીડિયોમાં વિરેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવક ગત 30મીના રોજ રાત્રે નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા રમતા સમયે અચાનક પડી ગયો હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ રસ્તામાં યુવકનું મોત થઈ જાય છે. તારાપુર પંથકમા ચાલી રહેલા ગરબામાં યુવકના મોતનો વિડીયો વાયરલ થતા ગરબા મંડળોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.