સમુદ્રની ઉંડાઈમાં મળી એક અનોખી દુનિયા, નજારો જોઈ વૈજ્ઞાનિક પણ થયા હેરાન

ધરતીના લગભગ ૭૦ % હિસ્સામાં સમુદ્ર ફેલાયેલ છે. જે કુદરતના અનમોલ ખજાનાથી ભરેલ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સમુદ્રમાં લાખો પ્રકારના જીવો સિવાય એવા ઘણા રહસ્ય છુપાયેલા છે, જેનાથી માણસ અજાણ છે. સમુદ્રની નીચે વૈજ્ઞાનિક સતત ખોજ કરતા રહે છે. ખોજ દરમિયાન ઘણી વાર વૈજ્ઞાનિકોના હાથ એવી વસ્તુ લાગી જાય છે, જેની આશા પણ નથી હોતી. હાલમાં જ વૈજ્ઞાનિકોએ સમુદ્રની નીચે એવી નવી અને ખૂબ જ ખૂબસૂરત દુનિયા વિષે માહિતી મેળવી છે, જ્યાં ઘણી નવાઈ પમાડે એવી વસ્તુઓ જોવા મળી છે.



સમુદ્ર નીચે આ નવી દુનિયામાં ઘણા અનોખા નજારા જોવા મળ્યા, જ્યાં કુદરતી ચીમની, ૨૮૭ ડીગ્રી સેલ્સિયસ પર ઉકળતું પાણી, નવાઈ લાગે એવા જીવ, અને અજીબો ગરીબ કીડા મકોડા છે. આ અનોખા નજારા ને જોઇને વૈજ્ઞાનિક પણ હેરાન છે. આવો જાણીએ, સમુદ્રની નીચે આ અનોખી અને અદભૂત દુનિયા વિષે.



આ ખૂબસૂરત અને અનોખી દુનિયા વિષે ખબર ત્યારે પડી જયારે એક અન્ડરવોટર રોબોટ આ વિસ્તારમાં પહોંચ્યો. આ દુનિયા કેલિફોર્નિયાની ખાડીમાં છે. વૈજ્ઞાનિકો એ મેક્સિકોના લા પાઝ શહેરના તટથી થોડ દૂર કેલીફોર્નીયાની ખાડીમાં એક અન્ડરવોટર રોબોટ મોકલ્યો હતો. વૈજ્ઞાનિકોનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રી દુનિયાની માહિતી મેળવવાનો હતો.



અહિયાં વૈજ્ઞાનિકોને હેરાન કરી દેનારી વસ્તુઓ દેખાઈ. અહિયાથી લગભગ ૮૦ ફિટ ઉંચે સમુદ્રી ટેકરા જોવા મળ્યા, જે કુદરતી ચીમનીની જેમ ગરમ ધૂળ અને ધુમાડા કાઢી રહ્યા હતા. ફક્ત એટલું જ નહીં, કેટલાક અજીબો ગરીબ કીડા મકોડા પણ જોવા મળ્યા. સાથેજ વૈજ્ઞાનિકોને અહિયાં ૬ નવી પ્રજાતિના જીવ પણ મળ્યા, જે પહેલા ક્યારેય નહતા જોવા મળ્યા.



વૈજ્ઞાનિકોએ આ નવી દુનિયાની શોધ માટે ૨૭૨ ફીટ લાંબા જહાજ ફાલ્કોરને કેલિફોર્નિયાની ખાડીમાં ઉતાર્યો હતો. આ જહાજમાં એક અન્ડર વોટર રોબોટ પણ હતો. જયારે રોબોટને સમુદ્રની ઊંડાઈએ મોકલવામાં આવ્યો તો તળેટી પાસે ઘણા ખૂબસૂરત નજારા જોવા મળ્યા. એવા નજારા પહેલા ક્યાંય નહતા જોવા મળ્યા.



વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહિયાં એક નળ જેવી સિસ્ટમ છે. જેનાથી ગરમ ગેસ અને ખનીજ નીકળે છે. સાથે જ અહિયાં ઘણા પ્રકારના કીડા મકોડા અને જીવ મળ્યા. એ સિવાય ૬ નવી પ્રજાતિઓના જીવ દેખાયા, જેના વિષે હજી સુધી વ્યક્તિને ખબર નહતી. એમાં ક્રસ્ટેશિયંસ, મોલસ્ક, રાઉન્ડવર્મ, એરોવર્મ અને બ્રિસ્ટલ વર્મ હાજર છે.