દેશમાં અજબ ગજબ લોકો અને કેસની જરાય પણ કમી નથી. એક એવો જ કેસ કેરળમાં સામે આવ્યો છે. કેરળના રહેનારા એક વડીલે કેરળ હાઈકોર્ટમાં અરજી આપીને કહ્યું કે એના કોરોના વેક્સીન સર્ટિફિકેટમાંથી નરેન્દ્ર મોદીનો ફોટો દૂર કરવામાં આવે. આ વડીલે અરજી આપતા દલીલ કરતા કહ્યું કે જયારે મારા પૈસે કોરોના વેક્સીન લીધી છે, અને સરકાર બધાને ફ્રી માં કોરોના વેક્સીન નથી આપી રહી તો પછી સર્ટીફીકેટ પર પ્રધાનમંત્રી મોદીનો ફોટો કયા કારણસર લગાવવામાં આવ્યો છે.
આ વડીલ કેરળના કોટ્ટાયમના રહેવાસી છે. એમણે આરટીઆઈ કાર્યકર્તા પીટર મ્યાલીપરામ્બીલ સાથે અરજી કરી કોરોના વેક્સીન સર્ટીફીકેટથી પ્રધાનમંત્રી મોદીનો ફોટો દૂર કરવાની માંગ કરી છે. એમણે પોતાની વાત કરતા કહ્યું કે એમના વ્યક્તિગત વેક્સીન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીનો ફોટો એમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. તેઓ અહિયાં ના રોકાયા એમણે એવું પણ કહ્યું કે મફત રસીના સ્લોટમાં ઘટાડો હોવાને લીધે એમને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા માટે ૭૫૦ રૂ પડ્યા. આ કારણે વેક્સીન સર્ટીફીકેટ પર પ્રધાનમંત્રીનો ફોટો લગાવીને સરકારને વેક્સીનની ક્રેડીટ લેવાનો કોઈ હક નથી.

પોતાની વાત જણાવતા આ વડીલે કોર્ટની સામે ઈજરાઈલ , કુવૈત , અમેરિકા , ઇન્ડોનેશિયા , ફ્રાંસ અને જર્મનીના પણ ટીકાકરણ પ્રમાણપત્રની કોપી દેખાડી. સાથે જ કહ્યું કે એમાં કોઈના પર પણ પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રાધ્યક્ષનો ફોટો નથી લગાવેલો. અરજી કરનારે પોતાની વાત કોર્ટમાં રાખતા એવું પણ કહ્યું કે આ ફક્ત એક વ્યક્તિના ટીકાકરણની સ્થિતિની પુષ્ટિ કરવા માટે આપવામાં આવતુ એક સર્ટીફીકેટ છે. એટલે આ સર્ટીફીકેટ પર પ્રધાનમંત્રી મોદીનો ફોટો હોવો જરૂરી નથી. એવું જ કાંઇક બીજા દેશોના સર્ટીફીકેટ પર કરવામાં આવ્યું છે.

હવે આ કેસ દાખલ થયા પછી કેરળ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ પીબી સુરેશ કુમારે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટીસ મોકલીને આ કેસમાં બે અઠવાડિયાની અંદર જવાબ આપવાનું કહ્યું છે. એ સાથે જ આરટી કાર્યકર્તા પીટર મ્યાલીપરામ્બીલએ પોતાની અરજીમાં આ વાત વિષે ખુલીને કહ્યું કે દેશમાં ચાલી રહેલ ટીકાકરણ અભિયાન જણાવવામાં આવ્યું અને એનો શ્રેય પીએમ મોદીને આપવામાં આવ્યો. એના યુજીસી અને કેન્દ્રીય વિદ્યાલયોએ પ્રધાનમંત્રી મોદીનો ધન્યવાદ કરતા એમના બેનર પણ લગાવ્યા છે.

આ અરજીમાં આરટીઆઈ કાર્યકર્તાએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે કોરોના મહામારી વિરુદ્ધ ચાલી રહેલ અભિયાનને પ્રધાનમંત્રી મોદીના મીડિયા અભિયાનમાં બદલવામાં આવી રહ્યું છે અને આ એક ચિંતાનો વિષય છે. એ જોઇને લાગે છે કે આ અભિયાનને વન મેન શો અને દેશના ટેક્સના રૂપમાં આવતા પૈસા ના ખર્ચ પર એક વ્યક્તિને પ્રોજેક્ટ કરતા દેખાડવામાં આવી રહ્યું છે. એ સાથે જેમણે કહ્યું , આ કોરોના ટીકાકરણ અભિયાનમાં પ્રધાનમંત્રી મોદીને એટલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે લોકોના વિચાર પણ એનાથી પ્રભાવિત થઇ રહ્યા છે.