આજે આપણે એક એવી વસ્તુ વિશે વાત કરવાની છીએ કે જેના વગર કોઈ પણ વ્યક્તિને નથી ચાલતું અને આ વસ્તુનું નામ છે દૂધ. દૂધ વગર લગભગ કોઈ વ્યક્તિને નહિ ચાલતું હોય કારણ કે દૂધમાંથી આપણા શરીરને જરૂરી તમામ પોષકતત્વો મળી રહે છે.
ગામડાના લોકો અને પશુપાલકો ગાય અને ભેંસને પાળતા હોય છે અને તેનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. દેશમાં જુદી જુદી ગાયો અને ભેંસોની જાતિ જોવા મળે છે. એવી કેટલીય ગાય અને ભેંસ હોય છે જે ખુબ વધારે દૂધ આપવાના કારણે પ્રખ્યાત હોય છે.
આજે આપણે એક એવી જ ગાય વિષે જાણકારી મેળવાની છે જે ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. આ ગાય દુનિયામાં સૌથી વધારે દૂધ આપતી નસલની છે. આ ગાય હોલસી નસલની છે. આ ગાય નિશ્રિત સમયમાં ૯૭૦૦ લીટર દૂધ આપી શકે છે.
અમેરિકામાં દુગ્ધ ક્રાંતિ લાવવામાં આ ગાયનો સૌથી મોટો હાથ છે. આ નસલની ગાયને જયારે વેચવામાં આવી તો તેની બોલી ૨૨ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. આ ગાયએ વિશ્વરેકોર્ડ સર્જ્યો છે. આ નસલની ગાય સફેદ અને કાળા રંગની હોય છે.
આ નસલની ગાય જલ્દીથી મોટી થઇ જાય છે અને સાથે તે દૂધ પણ આપતી થઇ જાય છે. આ ગાયનું દૂધ વધુ પૌષ્ટિક હોય છે અને તેમાં ફેટની માત્ર પણ ઓછી હોય છે તેથી કરીને તેના દૂધનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવા માટે પણ થાય છે. આ ગાય ઊંચું તાપમાન સહન નથી કરી શક્તિ જેથી કરીને તે ગરમ પ્રદેશમાં નથી જોવા મળતી. આ ગાય ઠંડા પ્રદેશમાં જ જોવા મળે છે અને એટલું જ નહિ આ ગાયની દેખરેખ ખુબ વધારે કરવી પડે છે.
આ ગાયના દૂધમાં આપણા શરીરમાં જરૂરી બધા પ્રકારના પોષકતત્વો મળી રહે છે, જેના કારણે આ ગાયનું દૂધ દર્દીમાં ખુબ ફાયદાકારક સાબિત થાય છે. નાના છોકરાઓને આ ગાયનું દૂધ પીવડાવાથી છોકરોની રોકપ્રતિકારક શક્તિ ખુબ મજબૂત બની જાય છે.
બાપ રે! આ ગાય આપે છે 9700 લિટર દૂધ, ગાયની કિંમત છે 22 કરોડ…
