પિતા એ છત હોય છે જે પોતાના બાળકોને દરેક મુશ્કેલીના વરસાદથી બચાવવામાં લાગેલા રહે છે. એક પિતા પોતાની પર ૧૦૦ મુશ્કેલી સહી લે છે પરંતુ પોતાના બાળકો પર મુશ્કેલી નથી અવ્વવા દેતા. આ વાતની ઘણી સાબિતી છે પણ એનું તાજા ઉદાહરણ રજૂ કર્યું છે આજનાસમયના એક પિતાએ, જેણે પોતાના દીકરા નું જીવન બચાવવા માટે ખુદને વૈજ્ઞાનિક બનાવી દીધો અને તૈયાર કરી દીધી દવાઓ.
દીકરાનો જીવ બચાવવામાં લાગ્યો છે પિતા
મીડિયા રીપોર્ટસ મુજબ, ચીનના શુ વેઈ નામના પિતા પોતાના બે વર્ષના દીકરા હાઓયાંગનો જીવ બચાવવા માટે દરેક એ શક્ય પ્રયત્ન કરી રહ્યા છે, જે સાંભળવામાં જ અશક્ય લાગે છે. ડોક્ટર મુજ હાઓયાંગ બસ થોડા મહિના જ જીવિત રહી શકશે, પરંતુ એમણે ડોક્ટરની વાતને ખોટી સાબિત કરી એનો જીવ બચાવવાના એ શક્ય પ્રયત્ન કરી રહ્યા છે, જેના વિષે સામાન્ય વ્યક્તિ વિચારી પણ ના શકે.
તૈયાર કરી લીધી ખુદની મેડીસીન લેબ
મીડિયા રીપોર્ટસ મુજબ હાઓયાંગ મેનકેસ સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારીથી પીડિત છે. એવામાં એક બેબસ પિતા જ્યાં ત્યાંથી પૈસા ભેગા કરીને પોતાના દીકરાનો ઈલાજ કરાવવા સિવાય બીજું શું કરી શકે, પરંતુ શુ વેઈ એક અલગ જ પ્રકારના વ્યક્તિ છે. દીકરાનો જીવ બચવવા માટે એમણે પોતાના ફ્લેટમાં જ મેડીસીન લેબ બનાવી દીધી છે. આ લેબમાં હાઓયાંગના ઇલાજમાં કામ આવે એવી દવા બનાવી રહ્યા છે.
શું છે મેનકેસ સિન્ડ્રોમ ?
મેનકેસ સિન્ડ્રોમ એક એવું જેનેટિક ડીસોર્ડર છે, જેમાં શરીરમાં કોપર બનવાનું રોકાઈ જાય છે. આ રીતે પીડિતાના દિમાગ અને નર્વસ સિસ્ટમના વિકાસમાં મુશ્કેલી આવવા લાગે છે. એ બીમારી એટલી ભયાનક છે કે એનાથી પીડિત બાળકો ૩ વર્ષ પણ જીવી નથી શકતા. આં દુર્લભ બીમારીના શિકાર એક લાખે કોઈ એક બાળક હોય છે.
ખુદ જ બનાવી લીધી દવા
૩૦ વર્ષના શુ વેઈ અનુસાર એમને એ ગમે તે હાલતમાં કરવું હતું. એમણે એ વાત વિચારવામાં સમય ના વેડફ્યો કે એ લેબ બનાવે કે નહીં. વેઈ પોતાના દીકરાને જોઇને ભાવુક થઇ જાય છે. એમનું કહેવું છે કે ભલે હાઓયાંગ ચાલી કે બોલી નથી શકતો પરંતુ એની અંદર પણ એક આત્મા છે, જે ભાવનાને અનુભવી શકે છે. વેઈએ આગળ જણાવ્યું કે ડોકટરો અનુસાર આ બીમારી લાઈલાજ છે. એને આરામ આપવા માટે કોપર હિસ્ટિડાઈન આપવામાં આવે છે પણ લોકડાઉનને લીધે ચીનમાં એ નથી મળી રહ્યું. એવામાં વેઈ એ ખુદ જફાર્માસ્યુટિકલ પર રીસર્ચ કર્યું અને ઘરે જ દવા બનાવવાનું શરુ કરી દીધું. વેઈ અનુસાર એમના મિત્રો અને પરીવારને લાગતું હતું કે એ અશક્ય છે એટલે એ બધા વેઈના નિર્ણયની વિરુદ્ધ હતા.
ખુદ હાઈ સ્કૂલ સુધી ભણ્યા છે વેઈ
વેઈ એ કોઈ ઉચ્ચ શિક્ષણ નથી લીધું, એ ફક્ત હાઈ સ્કૂલ પાસ છે. એમણે જયારે મેનકેસ સિન્ડ્રોમ પર રીસર્ચ કર્યું તો એમને આ સંબંધે જે પણ ઓનલાઈન માહિતી મળી એ બધી અંગ્રેજીમાં હતી. વેઈ ને અંગ્રેજી નહતું આવડતું એટલે એમણે અ માહિતી સમજવા માટે ટ્રાન્સલેશન સોફ્ટવેરની મદદ લીધી. એ પછી કોપર હિસ્ટિડાઈન વિષે જાણ્યું. ઉપચાર શરુ કર્યાના બે અઠવાડિયા પછી બ્લડ ટેસ્ટના પરિણામ સામાન્ય આવ્યા. એમના આ સંઘર્ષમાં વેઈ એકલા હતા કારણકે એમની પત્ની પોતાના દીકરા હાઓયાંગ ની આવી હાલત નહતી જોઈ શકતી એટલે એ પોતાની ૫ વર્ષની દીકરી સાથે અલગ રહેવા લાગી. ભલે વેઈ એકલા તેમ ચત્તા એમણે બધું જ કે જેનાથી એમનો જીવ બચી શકે.
૬ અઠવાડિયા સુધી ખુદને લેબમાં રાખ્યા કેદ
શુ વેઈ એક ઓનલાઈન વેપારી છે. એમનું કહેવું છે કે એ નથી ઇચ્છતા કે એમનો માસૂમ દીકરો પોતાની મોતની રાહ જોતો રહે. એ ભલે સફળ ના થઇ શકે પણ એ પોતાના દીકરાને જીવવાની આશા આપવા ઈચ્છે છે. વેઈ ના આ પ્રયત્નો જોયા પછી આંતર્રાષ્ટ્રીય સ્તરની બાયોટેક લેબ વેક્ટરબિલ્ડર એ આ બીમારી પર રિસર્ચ શરુ કર્યું છે.
શુ વેઈના પિતા જીઆનહોંગ પોતાના દીકરાના સંઘર્ષ વિષે જણાવતા કહે છે કે એમના દીકરા એ આ દવા બનાવવા માટે ૬ અઠવાડિયા સુધી સંપૂર્ણ રીતે પોતાને કેદ કરી લીધા હતા. વેઈ એ સૌથી પહેલા આ દવાની ટ્રાયલ સસલા પર કરી. એ પછી એમણે ખુદના શરીરમાં એ દવા ઇન્જેકટ કરી. આસ અસર ના દેખાયા પેમને એને પોતાના દીકરા પર વાપરવાનું શરુ કર્યું. વેઈનું કહેવું છે કે કમર્શિયલ વેલ્યુ ના હોવાને લીધે દવા બનાવતી કંપનીને એમાં કોઈ રસ નહતો. પણ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે ગમે તેમ એ દવા જોઈતી હતી,એમણે કોઈની મદદ વિના ઘરે જે દવા બનાવી લીધી.