ગુજરાતના આ મંદિરમાંથી મળી 75 વર્ષ જૂની લાપસી, જાણો તમે પણ આ ચમત્કાર વિશે…

શ્રધ્ધા માં જે માને છે તેમને કોઈ પુરાવા ની જરૂર હોતી નથી. અને આ કળિયુગ ના જમાનામાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર પણ કરતું નથી. જેમને પુરી શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે એમના ઉપર દેવ દેવીઓના આશીર્વાદ હોય છે એવું લોકો નું માનવું છે.



ગઇ કાલે એક ચમત્કારીક અને અદભૂત ઘટના કહી શકાય એવી ખેડોઈ ગામ માં બની હતી. આ ખેડોઈ ગામ માં પટેલ વાસ આવેલો છે જ્યાં વાસ માં લક્ષ્મીનારાયણ દેવનું મન્દિર છે ત્યાં એક અદભુત ઘટના બની છે. એ ચમત્કારીક ઘટના જોઈને લોકો પણ વિચાર માં પડી ગયાં હતા.



લક્ષ્મીનારાયણ દેવ મન્દિરનું શિખર જર્જરિત થઈ જવાથી નવા શિખર માટે ગઈ કાલે મંદિરે હવન તથા જૂના શીખર ને નવું બનાવવા માટે લોકો ભેગા થયા હતા. ત્યારે 75 વર્ષ જૂનું જર્જરિત શિખર હટાવતા ત્યાં શિખર નીચે થી તાંબાનો સિકો મળી આવ્યો હતો.

જેમાં મન્દિર નો ઉલ્લેખ હતો. મન્દિર બનાવ્યાની તારીખ અને ક્યારે બન્યું તેનો ઉલ્લેખ કરેલ હતો. તાજુબની વાત તો એ હતી કે એ ચાંદી નો સિક્કો હટાવતા તેની નીચે 75 વર્ષ જૂની લાપસી ની પ્રસાદી મળી આવી હતી.



જે પ્રસાદી જોતા જ એવું લાગે કે આજે જ બનાવી હોય એવી તાજી લાપસી હતી. લાપસી માં થી તાજા તાજા ઘી ની સુગંધ પણ આવી રહી હતી. આ ભગવાન ની હાજરી સમજો કે વૈજ્ઞાનિક કારણ સમજો ત્યાં હાજર રહેલા ભક્તો એ લક્ષ્મીનારાયણ દેવ ની જય બોલાવીને લાપસી ની પ્રસાદ ને ખાધી હતી. લક્ષ્મીનારાયણ ભગવાન હાજરા હાજુર હોય એવો ભાવ પ્રગટ કર્યો હતો. ખડોઈ ગામમાં લક્ષ્મીનારાયણ મન્દિરમાંથી નીકળેલ સિક્કો અને લાપસી જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.