દિલથી જવાન 95 વર્ષના ‘બા’નો ગરબા રમતો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, જુઓ વીડિયો

કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કોહરામ મચાવ્યો છે ત્યારે ઘણા લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. આવા કપરા સમયમાં રાજકોટમાં 95 વર્ષના એક બાનો ગરબા રમતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

કોરોનાનું પ્રમાણ વધતુ જાય છે અને આ જીવલેણ બીમારીથી બચવા લોકો ઘણા પ્રયત્નો કરે છે તેમ છતાં જીવ જતો રહે છે અને પાછળ રહી જાય છે તો માત્ર યાદો. આવા સમયમાં રાજકોટના આ બા પાસેથી શખવા જેવુ છે કે કેવી રીતે જીવીત રહી શકાય.આ વૃદ્ધ દાદીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે જે કોરોના પોઝીટીવ છે અને 95 વર્ષના છે. સંક્રમણે પણ તેમનો ઉત્સાહ ઓછો કર્યો નહી અને તે આ રોગને ભગાડવા માટે માનસિક પ્રયાસ પણ કરી રહ્યા છે.

વિરલ ભયાણીએ આ વીડિયોને પોસ્ટ કર્યો છે અને લોકો ખુબ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે. અત્યાર સુધી 12 લાખથી વધુ લોકો વીડિયોને જોઇ ચૂક્યા છે, શૅર કરી રહ્યાં છે અને પોતાની ટિપ્પણીઓ આપી રહ્યાં છે. આ મહિલાને જોઇને જીવન જીવવાનું ફરી શરૂ કરી શકાય.