કોરોનાની રસી ન લીધી તો 70 ટકા ફેફસા થયા ખરાબ, જેણે લીધી તે થયા સાજા

કોરોનાની બીજી લહેર આવી ત્યારથી સરકારે વેક્સિનેશન પ્રક્રિયાને તેજ બનાવી છે. કારણકે જેમ જેમ લોકો વેક્સિન લેશે તેમ કોરોના દૂર ભાગશે. હજુ કેટલાક લોકો તેવી માન્યતામાં માને છે કે કોરોનાની રસી ન લેવી જોઇએ, તેમના માટે આંખ ઉઘાડતો કિસ્સો છે.

પાંથાવાડાની તિરુપતિ કોવીડ કેરમાં 2 દર્દીઓના કેસ આવ્યા હતા જે બાદ લોકોને વેક્સિનનું મહત્વ સમજાઇ ગયુ હશે. એક પેશન્ટ કે જેને 700 ડાયબિટીસ થઇ ગયુ હતુ તેણે કોરોનાને મ્હાત આપી હતી કારણકે તેણે રસી લીધી હતી અને બીજો 45 વર્ષનો એક પુરુષ આવ્યો હતો તેણે રસી નહોતી લીધી તો તેના 70 ટકા ફેફસા ખરાબ થઇ ગયા હતા.

ભારત સરકાર દરેક વ્યક્તિને રસી લેવા માટે અપીલ કરી રહી છે તેમ છતાં ઘણા લોકો રસી લેવા માટે નથી તૈયાર થઇ રહ્યાં, તેમના માટે આ ઉદાહરણરૂપ કિસ્સો છે. 700 ડાયબિટીસ હોવા પર કોઇ વ્યક્તિના બચવાની સંભાવના ઘણી ઓછી હોય છે પરંતુ અહી વેક્સિન સંજીવની જેમ સાબિત થઇ છે. તે વ્યક્તિએ માત્ર 5 દિવસમાં જ કોરોના સામેની લડાઇ જીતી લીધી હતી.

બીજી તરફ 45 વર્ષના એક ભાઇ કે જેને કોઇ જ બિમારી નહોતી અને તેણે રસીનો એક પણ ડોઝ નહોતો લીધો તો તેમના શરીરના 70 ટકા ફેફસા ખરાબ થઇ ગયા છે. માટે જો તમે પણ રસી ન લીધી હોય તો તરત જ લઇ આવજો. રસી સંજીવની સમાન સાબિત થઇ છે.