જમાઇના બાળકને આપ્યો સાસુએ જન્મ, દીકરીએ આ રીતે માન્યો માતાનો આભાર

માતા અને દીકરીનો સંબંધ ખુબ અનોખો અને પ્રેમાળ હોય છે. દીકરી હંમેશા પોતાની માતા જેવી બનવા ઇચ્છતી હોય છે. જાણીને થોડી નવાઇ લાગશે પરંતુ એક સાસુએ પોતાના જમાઇના બાળકને જન્મ આપ્યો છે.આ ઘટના અમેરિકાની છે. જૂલી નામની મહિલાની દીકરી બ્રિયાના ગર્ભવતી નહોતી થઇ શકતી. 4 વર્ષમાં તે 2 વાર પ્રેગનેન્ટ થઇ પરંતુ તેના બાળક બચી શક્યા નહી. તે બાદ વર્ષો સુધી તે માતા બનવાનુ સપનુ સેવતી રહી પરંતુ તેનું સપનુ પુરુ ન થઇ શક્યું.


દીકરીનુ દુઃખ માતાથી જોયુ ન ગયુ અને માટે તે જમાઇના બાળકની સેરોગેટ મધર બનવાનુ નક્કી કરી દીધુય 51 વર્ષની ઉંમરમાં તેમણે ગર્ભધારણ કર્યો અને માતા બની શકી.


9 મહિના સુધી જૂલીએ પોતાની દોહીત્રીને પોતાના ગર્ભમાં રાખી અને સફળતાપૂર્વક તેની ડિલીવરી કરી. બાળકના આ દુનિયામાં આવ્યા બાદ બ્રિયાના અને તેનો પતિ બંને ખુબ ખુશ છે અને તેની દીકરીનું નામ બ્રાર જૂલિયટ લૉકવૂડ રાખવામાં આવ્યું.


બ્રિયાના કહે છે તે તેની માતા એક રોકસ્ટાર છે અને જે રીતે તેણે મદદ કરી છે તે પોતાની જાતને ખુબ ભાગ્યશાળી માને છે. પોતાની માતાના ગર્ભમાં રહેલા બાળકની તસવીર તે પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શૅર કરે છે અને તેના હાલ 1.5 મિલીયન ફોલોઅર્સ છે.આ પહેલા તે 30 વર્ષ પહેલા ગર્ભવતી થઇ હતી અને દીકરી બ્રિયાનાને જન્મ આપ્યો હતો. વર્ષો બાદ 51 વર્ષની ઉંમરમાં પોતાની દીકરીની દીકરીને જન્મ આપવાનો અહેસાસ ખુબ સરસ હતો. તેણે પોતાની 30 વર્ષની તસવીર કે જ્યારે તે ગર્ભવતી થઇ હતી ત્યારની શૅર પણ કરી હતી.