શરીરમાં જયારે થાય આ ૫ સમસ્યાઓ તો શરુ કરી દો તુરીયાનું સેવન, જાણો તુરીયાના ઔષધીય લાભ

લીલા શાકભાજીનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયી માનવામાં આવે છે પણ કઈ શાકભાજીનો કેવી રીતે ઉપયોગ કરવો એ વાત માટે ઘણાને મુંજવણ થતી હોય છે. ઘણા લોકો લીલા શાકભાજીથી બાફીને ખાવાનું પસંદ કરે છે, કેટલાક પકાવીને, પરંતુ યોગ્ય રીત બહુજ ઓછા લોકો જાણે છે. ,લીલા શાકભાજીમા અલગ અલગ શાક આવે છે, પણ એમાંથી એક તુરિયા છે. આ ફક્ત ખાવામાં જ સ્વાદિષ્ટ હોય છે એવું નથી, એ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ માનવામાં આવે છે. જો તમારા શરીરમાં આ ૫ સમસ્યાઓ છે, તો તમારે નિયમિત રીતે આ શાકનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ કઈ છે એ સમસ્યાઓ.

કઈ બીમારીમાં ફાયદેમંદ છે તુરિયા?


૧. આંખો ના રોગોમાં

જો તમારી આંખો નબળી છે અથવા તો તમને ધૂંધળું દેખાય છે તો તમારે ડાયેટમાં તુરીયા શામેલ કરવાની જરૂર છે. તુરીયામાં રહેલ વિટામીન એ નામનું પોષક તત્વ તમારી આંખોની રોશની ને તેજ કરવાનું કામ કરે છે અને આંખને સારી બનાવે છે.

૨. માથાના દુખાવામાં મળે છે આરામ

તેજ દુખાવો જેવી સમસ્યામાં પણ તુરિયા તમારી મદદ કરી શકે છે. તુરીયામાં રહેલ પૌષ્ટિક તત્વ તમારા માથાના દુખાવામાં રાહત અપાવવાનું કામ કરે છે. તમે અઠવાડિયામાં બે વાર આ શાકનું સેવન કરી ખુદને ઘણી બીમારીથી દૂર રાખી શકો છો, જેમાંથી એક માથાનો દુખાવો પણ છે.

૩. કબજીયાતથી મળે છે છુટ્ટી

જો તમે નિયમિત રીતે તુરીયાનું સેવન કરો છો તો તમને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મળી શકે છે. વાત એવી છે કે તુરીયામાં ફાઈબર પુષ્કળ હોય છે, જે પચાવવા માટે તમારા પાચનતંત્ર વધારે કામ કરવું પડે છે, અને તમારું પેટ વધારે ફૂલેલું રહે છે, એટલે તમને કબજિયાત નથી થતી.

૪. આ બે દોષ થાય છે શાંત

તુરીયાના સેવનથી તમારા શરીરમાં રહેલ આ બે દોષો કફ અને પિત્ત ને શાંત કરવામાં મદદ મળે છે. તુરીયામાં રહેલ પૌષ્ટિક ગુણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે સાથે કફ અને પિત્ત દોષોને શાંત કરે છે. આ બંને દોષો કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરે છે.

૫. ભૂખ વધારે છે તુરિયા

જી હા, જો તમે તુરીયાનું સેવન કરો છો તો નક્કી તમારું પેટ તો સાફ થાય જ છે અને જો તમને ભૂખ ઓછી લાગે છે તો એના ઉપયોગથી ધીમે ધીમે ભૂખમાં વધારો થઇ શકે છે. તુરીયાનું નિયમિત સેવન તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. એટલે તુરીયાનું સેવન જરૂર કરો.