સુરતમાં મર્યા પછી પણ માનવતા મહેકી : બ્રેન ડેડ વેપારીના અંગોથી મળ્યુ 6 લોકોની જીવનદાન

હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો..આ કહેવત હાથી માટે છે પરંતુ માણસ પણ જીવતો કામનો અને મર્યા પછી ઘણા લોકોને જીવન આપી શકે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે.

સુરતના 45 વર્ષના વેપારીનું બ્લડ પ્રેશર વધી જતા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઇ જઇને પૂરતી સારવાર કરવામાં આવી તેમ છતાં બ્રેન ડેડ થયુ હતુ. બાદમાં તેમણે અંગદાનને પ્રોત્સાહન આપતી ડોનેટ લાઇફ ઓર્ગોનાઇઝેશનને જાણ કરી દેવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, દિનેશભાઇને અંગદાન વિશે જણાવ્યું તો તેમની પત્ની તાત્કાલિક તૈયાર થઇ ગઇ હતી. પરિવારે હા કહી તે બાદ તરત જ અંગદાનની તૈયારી કરી દેવામાં આવી હતી.

રાજ્યમાં હાર્ટ ટ્રાંસપ્લાન્ટની જરૂરિયાતવાળો કોઇ પેશન્ટ ન હોવાથી મુંબઇના એક દર્દીને હ્રદય ડોનેટ કરવામાં આવ્યુ હતુ. મંગળવારે સુરતથી મુંબઇ ચાર્ટડ પ્લેન જદ્વારા મોકલવામાં આવ્યુ હતુ.

દિનેશભાઇના પરિવારમાં તેમની પત્ની છે અને 13 વર્ષનો દિકરો પણ છે જે 8મા ધોરણમાં ભણે છે.

માનવાતા મહેકી ઉઠી કારણકે દિનેશભાઇના શરીરના અંગોએ 6 લોકોને જીવનદાન આપ્યુ હતુ.