અમદાવાદ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ, કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી

અમદાવાદ સીરીયમ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે.આ સિવાય કોર્ટે અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આ લોકોને પહેલા જ દોષિત ઠેરવ્યા હતા અને આજે કોર્ટે સજાની જાહેરાત કરી હતી. જાણવા મળે છે કે વર્ષ 2008માં આ વિસ્ફોટોના પડઘાથી આખો દેશ હચમચી ગયો હતો. આ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો 2 ફેબ્રુઆરીએ સંભળાવવાનો હતો, પરંતુ 30 જાન્યુઆરીએ જ સ્પેશિયલ કોર્ટના જજ એઆર પટલે કોરોના સંક્રમિત થઈ ગયા અને આ મામલે નિર્ણય 8 ફેબ્રુઆરી સુધી ટાળી દેવામાં આવ્યો.


અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 35 FIR નોંધાઈ હતીવર્ષ 2008માં અમદાવાદમાં 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ સૌથી મોટી હૃદયદ્રાવક ઘટના હતી, જેણે બધાને હચમચાવી દીધા હતા. દેશમાં આટલા ઓછા સમયમાં આટલા બ્લાસ્ટ અગાઉ ક્યારેય થયા નહોતા. અમદાવાદમાં એક કલાકમાં એક-બે નહીં પરંતુ 21 બ્લાસ્ટ થયા. આ કેસમાં અમદાવાદ પોલીસ દ્વારા 20 FIR નોંધવામાં આવી હતી, જ્યારે અન્ય 15 FIR સુરતમાં નોંધવામાં આવી હતી.

કોર્ટ દ્વારા તમામ 35 FIRને મર્જ કર્યા બાદ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. હકીકતમાં, પોલીસે તેમની તપાસમાં દાવો કર્યો હતો કે તમામ એક જ ષડયંત્રનો ભાગ હતા. આવી સ્થિતિમાં તમામ એફઆઈઆરને જોડીને કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.