સૂર્યગ્રહણના દિવસે જ છે શનિ જયંતી અને વટસાવિત્રીનું વ્રત, એવામાં જાણી લો વ્રતના શું છે નિયમ?

૧૦ જૂને સૂર્યગ્રહણ આવવાનું છે. સૂર્યગ્રહણ હોય એટલે શુભ અને માંગલિક કાર્ય નથી કરવામાં આવતા. તો એ જ દિવસે શનિ જયંતી અને વટસાવિત્રીનું વ્રત પણ છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે એ કેવી રીતે વ્રત રાખે અને પૂજા કરે. વાત એવી છે કે સૂર્યગ્રહણ દરમિયાન પૂજા કરવી વર્જિત માનવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રહણ દરમિયાન મંદિર પણ બંદ હોય છે અને ધાર્મિક કાર્ય નથી કરવામાં આવતા.

શનિ જયંતી

હિન્દૂ પંચાંગ અનુસાર દર વર્ષે જેઠ માસની અમાસની તિથિ પર ભગવાન શનિની જયંતિ મનાવવામાં આવે છે. માન્યતા છે કે ન્યાયના દેવતા અને સૂર્યપુત્ર ભગવાન શનિનો જન્મ અમાસ તિથીએ થયો હતો અને આ દિવસે શનિદેવની પૂજા કરવાથી કષ્ટોથી મુક્તિ મળી જાય છે. સાથે જ એમના પ્રકોપથી રક્ષા થાય છે. જે લોકોની કુંડળીમાં આ ગ્રહ ભારે હોય છે , એ લોકોએ શનિ જયંતીના દિવસે એમની પૂજા જરૂર કરવી જોઈએ.

૧૦ જૂને શનિ જયંતી છે. જે જાતકો પર શનિદેવની અશુભ છાયા છે, એમણે શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા જરૂર કરવી જોઈએ. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરી લેવું. પછી મંદિર જઈને શનિદેવની પૂજા કરો અને શનિદેવને તેલ અને અન્ય વસ્તુઓ અર્પિત કરો. એ પછી શનિ ચાલીસાનો પાઠ પણ કરો. બની શકે તો ગરીબ લોકોને કાળી વસ્તુઓનું દાન પણ કરો.

વટસાવિત્રી વ્રત

સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વટસાવિત્રી વ્રત કરે છે. આ વ્રત દર વર્ષ જેઠ માસની અમાસના આવે છે. આ દિવસે વડલાના ઝાડ નીચે કથા વાંચવામાં આવે છે, અને આ ઝાડની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે વડના ઝાડના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવનો વાસ માનવામાં આવ્યો છે. એની નીચે બેસીને પૂજા , વ્રત કથા વગેરે સાંભળવાથી મનોકામનાઓ પૂરી થાય છે.

કથા અનુસાર સાવિત્રી નામની એક મહિલાએ પોતાના પતિનો જીવ બચાવવા માટે વ્રત રાખતી હતી. ત્યારથી આ વ્રત પ્રચલિત થઇ ગયું અને દરેક સૌભાગ્યવતી મહિલા આ વ્રત રાખે છે.

સૌભાગ્યવતી મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરી લે. પછી વ્રતની પૂજા કરી વ્રત રાખવાનો સંકલ્પ લો. ત્યારબાદ વડના ઝાડની પૂજા કરો અને આ ઝાડ પર મોલીનો દોરો જરૂર બાંધો. બની શકે તો ઝાડ નીચે જ બેસીને વ્રતની કથા વાંચો. આખો દિવસ કોઈ પણ વસ્તુનું સેવન ના કરો. બીજા દિવસે સવારે ઉઠીને સ્નાન કરી પૂજા કરો અને પોતાનું વ્રત તોડો. ફળ – દૂધ ખાઈને આ વ્રત તોડો.

આ રીતે કરો પૂજા

વર્ષ ૨૦૨૧ નું પહેલું સૂર્યગ્રહણ ૧૦ જૂનના ભારતીય સમય પ્રમાણે બપોરે ૧ વાગીને ૪૨ મિનીટથી શરુ થઈને સાંજે ૬ વાગીને ૪૧ મિનીટ સુધી રહેશે. સૂર્યગ્રહણ અમેરિકાના ઉત્તરી ભાગ, ઉત્તરી કેનડા, યુરોપ, ગ્રીનલેન્ડ, રૂસ અને એશિયાના કેટલાક દેશોમાં દેખાશે.પણ ભારતમાં આ સૂર્યગ્રહણ નહિ દેખી શકાય. એવામાં ભારતમાં ગ્રહણ નહિ હોય અને સૂતક કાળ પણ માન્ય નહિ હોય. સૂતક કાળ ના હોવાને લીધે શનિ જયંતિ અને વટસાવિત્રી વ્રત તમે કોઈ ડર વિના કરી શકો છો.